જીએસટી ની ટીમે ભાવનગર જિલ્લામાથી ત્રણ વાહનો કબ્જે લઈ તપાસ હાથ ધરી

  • 9:29 pm February 29, 2024
ધવલ વાજા | ભાવનગર

 

ભાવનગર શહેર-જિલ્લામાં હાઈવે રોડપરથી જીએસટી ની મોબાઈલ સ્કવોડ ટીમે બિલ કે દસ્તાવેજ વિના માલસામાનનુ પરીવહન કરતા ત્રણ વાહનો કબ્જે કરી તપાસનો ધમધમાટ આદર્યો છે.

ભાવનગર શહેર-જિલ્લો જીએસટી તથા સીજીએસટી ની અલગ અલગ ટીમો માટે જાણે કાયમી આશ્રયસ્થાન બન્યો હોય તેમ આ વિભાગની ટીમો 24 કલાક રાઉડ ધ કલોક હાઈવે પર ફરજ બજાવે છે અને છેલ્લા ઘણાં સમયથી જીએસટી પ્રકરણે પણ કરોડો રૂપિયાની કરચોરી અંગે ખાનગી રાહે તપાસ શરૂ હોવા ઉપરાંત બોગસ બિલીંગ પ્રકરણે પણ અતિ ગોપનીયતા સાથે તપાસો શરૂ હોય છે અને આવી તપાસ અંગે જીએસટી વિભાગ પ્રચાર માધ્યમો સામે ભાગ્યેજ કયારેક ખોંખારો ખાઈને કેસ કે તપાસ અંગે ફોડ પાડે છે જીએસટી કરચોરી ઓને એકદમ નાના ગણાતા મુદ્દા પરથી પકડી મસમોટા કૌભાંડો ઉજાગર કરવાની મોડેલ ઓપરેન્ડી આ તંત્ર ની છે ત્યારે જીએસટી ની અલગ અલગ ટીમો જિલ્લામાં આવેલ મુખ્ય માર્ગો પર રાઉન્ડ ધ કલોક ફરજ બજાવે છે આ મોબાઈલ સ્ક્વોર્ડ ટીમ રોડપરથી પસાર થતા માલસામાન ભરેલા વાહનો પર બાજ નઝર રાખે છે અને શંકાના દાયરામાં આવતા વાહનો અટકાવી અટકમાં લઈ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે ગતરોજ જીએસટી ની ટીમ જિલ્લાના અલગ અલગ હાઈવે રોડપરથી બે લોડિંગ બોલેરો પીકઅપ તથા એક ટ્રક કબ્જે કર્યો છે અને આ ત્રણેય વાહનોમાં ભરેલ સરસામાન અંગે જીણવટ ભરી તપાસ હાથ ધરી છે ટીમે ત્રણેય વાહનોને કચેરીના પટાંગણમાં પાર્ક કરી સામાન મોકલનાર તથા ડિલિવરી લેનાર પેઢીઓ અંગે તપાસ હાથ ધરી છે.