રાણપુર શહેરમાં એસટી બસ સ્ટેન્ડ નું 2 કરોડ 16 લાખના ખર્ચે નવીનીકરણ માટે ખાતમૂહરત કરવામાં આવ્યું

  • 8:54 pm March 7, 2024
વિપુલ લુહાર

 

 

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર એસટી બસ સ્ટેન્ડ આવેલ છે પરંતુ તે બંધ હાલતમાં હોય જેના નવીનીકરણ માટેનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો.જેમાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભી, અમદાવાદ એસટી વિભાગ નિયામક જે.એન પટેલ,રાણપુર શહેર ભાજપ પ્રમુખ,જમીનના દાતા રમેશભાઈ ચાવડા, મામલતદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.જ્યા મહેમાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું તેમજ તકતી અનાવરણ કરવામા આવેલ.2 કરોડ 16 લાખના ખર્ચે બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરવામા આવશે જેમાં 4 પ્લેટફોર્મ હશે.વેઈટીંગ એરીયા,કન્ટ્રોલ રૂમ સહીતની સુવિધાઓ ઉપલબ્ધ હશે તેમજ રોજની 65 જેટલી એસટી બસોની અવર-જવર થશે આમ રાણપુર શહેર અને તાલુકાની જનતા માટે આ બસ સ્ટેન્ડ બનતા સુવિધા માં ઉમેરો થશે.આ કાર્યક્રમમાં રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ જનકબેન માણસુરીયા,પુર્વ પ્રમુખ વિનોદભાઈ સોલંકી,તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ ડોડીયા,શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,જીલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન કેશુભાઈ પંચાળા,જીલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના પુર્વ ચેરમેન વિરમભાઈ મીઠાપરા,જીલ્લા ભાજપ આગેવાન હરેશભાઈ જાંબુકીયા,તાલુકા પંચાયતના ઉપ.પ્રમુખ પ્રવિણભાઈ બાવળીયા,શહેર ભાજપ મહામંત્રી હરીભાઈ સભાડ,ગ્રામ્ય ભાજપ મહામંત્રી સંજયભાઈ શેખ,હરપાલસિંહ ઝાલા,દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ સલૈયા,રાણપુર તાલુકા પંચાયતના પુર્વ કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર,ભાજપ આગેવાન ઘનશ્યામભાઈ માણસુરીયા,સામાજીક આગેવાન રાજુભાઈ ગદાણી, સહીત અનેક આગેવાનો,ગ્રામજનો તેમજ જે નવુ બસ સ્ટેશન બનવાનુ છે તે જમીન ના દાતા સ્વ.મણીભાઈ ના પુત્ર પણ ખાસ હાજર રહ્યા હતા.