બોટાદ 181 અભયમ ટીમ દ્વારા વિશ્વ મહીલા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

  • 7:34 pm March 8, 2024
વિપુલ લુહાર

 

આજરોજ 8 માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના કરીમ નગર ખોજા વાડી પાળીયાદ રોડ સોસાયટી માં મહિલા ઓને એકત્રિત કરી ને 181 અભયમ મહિલા હેલ્પલાઇન નાં કાઉન્સેલર પટેલ ખુશ્બુ બેન,પોલીસ કર્મચારી લતા બેન હાજર રહેલ  181 નાં ખુશ્બુ બેન કાઉન્સેલર દ્વારા મહિલા  ને 181 એપ્લિકેશન ,ઘરેલૂ હિંસા તેમજ અન્ય પ્રશ્નો માં બહેનો મદદ લઈ શકે તે અંગે કાયદાકીય માર્ગદર્શન આપેલ ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર  માંથી કાઉન્સેલર મિનાજ બેન ગઢિયા,પેરા લીગલ વર્કર મિના બેન ધાંધલ અને કેંદ્ર સંચાલક  દ્વારા બહેનો ને સેન્ટર દ્વારા મળતી તમામ પ્રકાર ના કેસો વિશે માહિતી આપેલ બહેનો માં કાયદાકિય પ્રચાર વધુ થાય તેમજ કિશોરી ઓ સક્ષમ થાય જીવન માં ગોલ નક્કી કરી આગળ આવે તેવું વાતાવરણ મળે તે માટે બહેનો ને આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માહિતી પૂરી પાડેલ શુભેરછા આપેલ.181 અને osc 24*7કલાક કાર્યરત સેન્ટર છે તે અંગે માહિતી આપેલ પેમ્પલેટ વિતરણ કરેલ..