આતરાષ્ટ્રીય મહિલા દીવસ 8 માર્ચ સંદર્ભે 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા આર.એમ.ડી.મહિલા કોલેજ વાળુકડમાં ઉજવવામાં આવ્યો

  • 9:45 pm March 8, 2024
અબ્બાસ વોરા

 

મહિલાઓ પર થતાં શારિરીક, માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલુ હિંસા સહિતના અન્ય પ્રકારની હિંસા ના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માગૅદર્શન મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રી ના મહિલા અને બાળવિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ. એમ. આર.ગ્રીન હેલ્થ સર્વિસ દ્રારા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન વર્ષ 2015 થી પૂરા રાજ્ય માં કાર્યાન્વિત કરવામા આવી છે.

પ્રથમ ચરણ માં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ,સુરત અને ગાંધીનગર જીલ્લામાં ૬ અભયમ રેસ્કયુ વાનથી ૨૪*૭ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ અભયમ સેવાને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળતા રાજ્ય સરકાર દ્રારા 8 માર્ચ 2015 આંતર રાષ્ટ્રીય મહિલા દીવસ ના રોજ તત્કાલિન માનનીય મુખ્ય મંત્રીશ્રીના વરદ હસ્તે ગુજરાત રાજ્યમાં આ સેવાનું વિસ્તરણ કરી અગાઉ ૬ રેસ્ક્યુ વાન માં બીજી ૫૩ રેસ્કયુ વાનને લોકર્પિત કરી કુલ ૫૯ રેસ્ક્યુ વાન કાર્યાન્વિત કરવામાં આવી.આમ રાજ્યની મહિલાઓને સલામતી,બચાવ અને સુરક્ષા માટે હંમેશા આગવી પહેલ કરનાર દેશ નુ પહેલું રાજ્ય પ્રસ્થાપિત થયેલું છે.
વર્ષ 2015 થી 2023 દરમિયાન જરૂરિયાતમંદ મહિલાઓ તરફથી કુલ ૧૩,૯૯,૭૫૭ થી વધુ કોલ મળેલ છે જેમાં તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે અભયમ રેસ્ક્યુ ટીમ સાથે ત્રણ 2 લાખ 82 હજારથી વધુથી પીડિત મહિલાઓને સેવાનો લાભ પહોંચાડેલ છે. આ ઉપરાત જરૂરીયાત મુજબ સરકારના અન્ય માળખાઓ સાથે સંકલન કરી પોલિસ સ્ટેશન,નારી સંરક્ષણ ગૃહ, પોલિસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર,નારી અદાલત,૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસ, કાનૂની સહાયતા કેન્દ્ર, મેન્ટલ,વૃધ્ધાશ્રમ,હોસ્પિટલ અને સંસ્થાઓ વગેરેમા આગળની ન્યાયિક અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી પહોંચાડવામાં આવી સાચા અર્થ મા સુરક્ષા પુરી પાડવામાં આવેલ છે.
      ૧૮૧. મહિલા હેલ્પલાઇનની મુખ્ય ખાસિયત છે કે જે ચોવીસ કલાક વિના મૂલ્યે કાર્યરત છે જેમાં કોઈપણ પીડિત મહિલા, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ સહિત વૃદ્ધો પણ મૂશ્કેલીના સમયે મદદ મેળવી શકે છે. આ હેલ્પલાઇનના ૧૮૧ ટોલ ફ્રી નંબરમાં ત્રહિત વ્યકિત તરીકે પુરુષ પણ કોલ કરી પીડિતાને મદદરૂપ બની  શકે છે આ ઉપરાત  આ તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ ઉપરાંત સરકારશ્રી ની મહિલા લક્ષી યોજનાઓની પ્રાથમિક જાણકરી પૂરી પાડવામાં આવે છે .
ઘરેલુ હિંસા સહિતના,કામકાજના સ્થળે જાતીય સતામણી,લગ્ન જીવનના વિખવાદો,બાળ જન્મ અને આરોગ્યના કિસ્સાઓ, મનોરોગી, હતાશ,લગ્નેતર સંબંધો અને પરિવારના વિખવાદો વગેરેમાં અસરકારક કાઉન્સિલગ અને અન્ય વિભાગોના સુદ્રઢ સંકલન થી સંતોષકારક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે .
               છેડતી,અપમૃત્યુ,બળાત્કાર,જાતીય સતામણી,આપધાત કે ગંભીર પ્રકારના ગુનાઓમાં પોલીસ કાર્યવાહિ સાથે પીડિતાને યોગ્ય મદદ પહોંચાડવામાં આવી રહી છે.
આવી અભિનવ,ત્વરિત અને
વિશ્વાસનીય સેવાઓ આપવામા આવતી હોવાથી આજે મહિલાઓ અભયમને એક સાચી સાહેલી તરીકે લોકપ્રિય બની રહી છે.
મનોરોગી મહિલાઓ, ગૃહત્યાગ,ઘરછોડવા મજબૂર કરવુ વગેરે કિસ્સાઓમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં તેમજ પરિવાર સુધી પહોંચાડવામાં આવી રહેલ છે. બિન જરુરી કોલ,મેસેજથી હેરાનગતિ કરવી,સાયબર ક્રાઇમ,શ્રમિક મહિલાઓનાં વેતનના પ્રશ્ન, બાળલગ્ન કે જમીન મિલકતના વિખવાદોમાં આજે અભયમ અસરકારકતા થી નિરાકરણ અને સુખદ સમાધાન ની દિશામાં આગળ વધી રહેલ છે.
આમ સુરક્ષા,સલામતીની સાથે સાથે પારિવારિક ઝગડાઓ અને લગ્ન જીવનના પ્રશ્નમાં સુખદ ઉકેલ દ્વારા પીડિતાના જીવનમાં આનંદ સંતોષ,ભયમુક્ત અને પરિવાર એક્તામાં અભયમ એક આગવી ભૂમિકા ભજવી રહેલ છે