ઝાલોદ પ્રજાપિતા બ્રહ્મકુમારી સેવા કેન્દ્રનો રજત જયંતી સમારોહ ઉજવવામાં આવ્યો

  • 6:09 pm March 9, 2024
પંકજ પંડિત

 

    પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા શિવરાત્રી નિમિતે આજરોજ તારીખ 09-03-2024 ના રોજ 88 મા શિવ જયંતિના પાવન પર્વ નિમિતે ઝાલોદ નગરના સેવા કેન્દ્રને પચ્ચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતી મહોત્સવ ઈંદ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઉજવવામાં આવેલ હતી. 

     સવારે નગરના લોકોને પરમાત્માના મિલન અને નશા મુક્તિના આહવાન સાથે બ્રહ્માકુમારીઝ સેવા કેંદ્ર સાથે જોડાયેલ આત્મજનો દ્વારા નગરમાં રેલી કાઢી હતી. ત્યારબાદ સવારના 10 વાગે શિવ જયંતિ તેમજ રજતજયંતી સમારોહ ચાલુ કરવામાં આવેલ હતું. 
     શિવરાત્રી સમારોહ અંતર્ગત યોજાયેલ પ્રોગ્રામની શરૂઆત આમંત્રિત મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવેલ. ઉપસ્થિત દરેક મહેમાનોનુ સ્વાગત શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રૂપરેખા મુજબ દીપ પ્રજ્વલિત કરી સમારોહનું ઉદ્ઘાટન ધારાસભ્ય મહેશ ભૂરીયા તેમજ અન્ય આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવેલ હતું. સ્વાગતમા નાની દિકરીઓ દ્વારા સુંદર ડાંસ પ્રસ્તુતિ કરી સહુના દિલ જીતી લીધા હતા. 
    ધારાસભ્ય મહેશ ભૂરીયાએ શાબ્દિક રીતે ઉપસ્થિત બ્રહ્માકુમારીઝના પ્રોગ્રામમાં ઉપસ્થિત સહુ લોકોનુ સ્વાગત કર્યું હતું. તેમજ કોઈપણ સેવાકીય કાર્ય કે કોઈ સમસ્યાના ઉકેલ માટે સદા ઉપસ્થિત રહીશ તેમ કહ્યું હતુ. માઉન્ટ આબુ થી આવેલ રાજયોગી રાજુભાઈ દ્વારા મહેશ ભૂરીયાને એક છબી ભેટમાં આપી હતી તેમજ આશીર્વચન આપ્યા કે દિલ થી સેવા કરશો તો પરમાત્માના દરેક દરવાજા ખુલશે. 
    બ્રહ્માકુમારીઝના સમારોહમાં આવેલ નિરંજનાબેન, સુરેખાબેન તેમજ રાજુભાઈ દ્વારા સ્વર્ણિમ રચયિતા એવા પરમપિતા પરમાત્માના લૌકિક રીતે ઉજવાતા શિવબાબા વિશે  માહિતી આપી હતી તેમજ જીવનમાં રાજયોગ કેટલો જરૂરી છે તે વિશે સમજ આપી હતી. બદલાતા યુગમાં ટેલિવિઝન પર પણ રાજયોગ વિશે સમજ આપવામા આવે છે તો જે વ્યક્તિ સેવાકેન્દ્ર સુધી પહોંચી ન શકે તે વ્યક્તિ ટીવી માધ્યમ દ્વારા પણ જોડાઈ શકે છે. વિશ્વભરમા ચૌદલાખ લોકોનુ પરિવાર આજે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સાથે જોડાયેલ છે. 
     ઝાલોદની ધરતી પર જે પચ્ચીસ વર્ષના પરિશ્રમ દ્વારા રજત મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે તે સેવા કેન્દ્ર પર મીતાદીદી એ અથાગ પ્રયત્નો દ્વારા ભક્તિ માર્ગ થકી સેવા કરી પરિવાર ખૂબ મોટો કરેલ છે તેને પણ બિરદાવવામા આવેલ હતું તેમજ ઝાલોદ નગરના સેવા કેન્દ્રને ખોલવા માટે સ્વ બાપુલાલ ભંડારીને યાદ કરાયા હતા તેમજ સેવાકેન્દ્ર ખોલવા માટે કેતન પટેલ દ્વારા પણ સુંદર સહયોગ આપવામાં આવેલ હતો તેને પણ બિરદાવવામા આવેલ હતા. 
    આજના આ પ્રોગ્રામમાં ધારાસભ્ય મહેશ ભૂરીયા, હિતેશ  રાવત , નગરજનો તેમજ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલયના આવેલ અન્ય મહેમાનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા. છેલ્લે ઉપસ્થિત લોકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી જેનો લાભ લઈ લોકોએ લીધો હતો.