રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 77મી પુણ્યતિથિ અવસરે કર્મભૂમિ રાણપુર ખાતે સ્થાપિત મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

  • 6:24 pm March 9, 2024
વિપુલ લુહાર

 

 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 77મી પુણ્યતિથિ અવસરે બોટાદ જીલ્લાના કર્મભૂમિ રાણપુર ખાતે સ્થાપિત મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, ભાજપના અગ્રણીઓ નરેન્દ્રભાઈ દવે, શહેર પ્રમુખ ડો. જગદીશભાઈ પંડ્યા, પ્રકાશભાઈ સોની, ડો. ધારાબેન ત્રિવેદી, રાણપુર એજ્યુકેશન સોસાયટીના મુકુંદભાઈ વઢવાણા અને રમેશભાઈ બદ્રેશિયાની ઉપસ્થિતિ રહી હતી. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન ક્યારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેવી ઉપસ્થિત સહુની લાગણી હતી.