વિશ્વ મહિલા દિને રોટરી કલબ દ્વારા પાલિકા ની સફાઈ કમૅચારી બહેનોને સાડી વિતરણ સાથે સન્માનિત કરાઈ..

  • 6:26 pm March 9, 2024
જે પી વ્યાસ

 

તા. ८ માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતગતૅ રોટરી કલબ ઓફ પાટણ પરિવાર દ્વારા  પાટણ નગરપાલિકા ની સફાઈ કર્મચારી બહેનોને  સાડી વિતરણ સાથે સન્માનિત કરવાનો કાર્યક્રમ આનંદ સરોવર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. 
 આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા  પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર ઉપપ્રમુખ હીનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશ
ભાઈ પટેલ સહિત અન્ય કોર્પોરેટરો સહિત રોટરી
પ્રમુખ ઝુઝારસિંહ સોઢા, મંત્રી વિનુભાઈ સુથાર,  આસી.ગવર્નર પરેશભાઈ પટેલ,અતુલભાઈ પટેલ,પ્રો.ચેરમેનદ્વારા અશ્વિનભાઈ જોશી, જયરામભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી બહેનોને સાડીઓની ભેટ અપૅણ કરી  વિશ્વ મહિલા દિવસે ખાસ પાટણ શહેરને સ્વચ્છ રાખતી મહિલા કામદાર બહેનોને સન્માનિત કરી રોટરી પરિવારે ધન્યતા અનુભવી હતી. 
રોટરી પ્રમુખે જણાવ્યું હતું કે સાચા સન્માનના હક દાર આપ છો. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સાચા પુજારી આપ છો. આપનું સન્માન કરતાં રોટરી ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે. નગરપાલિકા પ્રમુખે નારી તું નારાયણી અને નારી જ સંસારનું ચક્ર ચલાવે છે અને વિશ્વ મહિલા દિવસે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રો.બાબુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ હતું.