પદ્મનાભ વાડી પરિસર માં બિરાજમાન ગોપેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વ ઉજવાયો..

  • 6:38 pm March 9, 2024
જે પી વ્યાસ

 

 

શિવરાત્રીના પાવન પર્વની પાટણ શહેરના પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદમનાભની વાડી પરિસરમાં બિરાજમાન શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.  શિવરાત્રી નિમિત્તે શ્રી ગોપેશ્વર મહાદેવ ના મંદિર માં શિવભક્તોએ દેવાધિદેવ મહાદેવ ની પુજા અચૅના અને અભિષેક સાથે ચાર પ્રહરની આરતી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.  
શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે મહા શિવરાત્રી ના પાવન પ્રસંગે ઉપસ્થિત સૌ શિવ ભક્તો
એ દૂધની ભાંગ સાથે ફરાળી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. શિવરાત્રી પવૅની ઉજવણી ને યાદગાર બનાવવા શ્રી ગોપેશ્વર  મહાદેવ મંદિર પરિસર ના શિવભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.