પાટણ સાયન્સ સેન્ટર ખાતે પ્રકાશ વિજ્ઞાન અને પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો...

  • 6:40 pm March 9, 2024
જે પી વ્યાસ

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે 9 માર્ચ ના રોજ પ્રકાશ વિજ્ઞાન પ્રકાશીય ઉપકરણ પર વર્કશોપ યોજાયો હતો જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. 

નિષ્ણાંત ગાઈડ દ્વારા ઈંટરેકટિવ મોડેલના માધ્યમથી પ્રકાશ વિજ્ઞાન, પરાવર્તન, વક્રીભવન, પ્રકાશના દ્વિ-વાદ ની પ્રકૃતિ અને પ્રકાશીય ઉપકરણ તથા તેની કાર્યપ્રણાલી વિશે વિદ્યાર્થીઓનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકાશીય ઉપકરણો ઘરે કઈ રીતે બનાવી શકાય તેના વિશે જાણીને ખુબજ આનંદિત થયા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી જણાવ્યું કે સાયન્સ સેન્ટર શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિવિધ સિદ્ધાંતો ને ઊંડાણમાં સમજવા માટે પ્રેરિત કરે છે. આજ ના આ યુવા પેઢી આવતીકાલે વિકસીત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં નવીન પ્રયોગ અને સંશોધન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન કરશે તેવી આશા તેઓએ વ્યકત કરી હતી.