કડાણા તાલુકાના આમઆદમી પાર્ટીના ડીટવાસ ગામના મહિલા સરપંચ અને કોંગ્રેસ નાં કાર્યકરો ભાજપમાં જોડાયા

  • 6:41 pm March 9, 2024
વિજય ડામોર

 

 

મંત્રી કુબેર ડીંડોર અને સંસદ જશવંત સિંહ ભાભોર હસ્તે 300 જેટલા લોકો ભાજપમાં જોડાયા

મહીસાગરનાં કડાણામાં તાલુકામાં ચૂંટણીની ચર્ચાઓ સાથે રાજકીય પાર્ટીઓમાં કાર્યકરોનું આવન-જાવન શરૂ થઈ જાય છે. લોકસભા ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી મેળો ચાલુ થયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો કેસરિયા કર્યા છે.
કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સંસદ જશવંતસિંહ ભાભોર મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઝાલાસાગ ખાતે સભાના આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આમ આદમી પાર્ટીમાં હાલ  ડીંટવાસ ગામના સરપંચ શ્રીમતિ જશોદાબેન દિનેશભાઇ ડામોર સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના સમર્થકો અંદાજે 300 જેટલાં ભારતીય જનતા  પાર્ટીમાં જોડાયા