રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લાના દેવલિયા ચોકડી ખાતે આવી પહોંચી

  • 6:50 pm March 9, 2024
વસિમ મેમણ

 

પ્રાપ્ત વિગત અનુસાર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે મણીપુર ઠું શરૂ કરેલી આ યાત્રા મહારાષ્ટ્ર ખાતે સમાપ્ત થશે. ત્યારે છેલ્લા ચાર મહિનાથી આ ન્યાય યાત્રા લઈ નીકળેલા રાહુલ ગાંધી આજ રોજ નર્મદા જિલ્લાના દેવલિયા ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે તેમના સ્વાગત માટે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ફુલ આપી રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ભારત જુડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે દેશના દેશના યુવાનો વંચિતો ખેડૂતો અને બેરોજગાર લોકો ના અવાજ માટે આ ન્યાયતંત્રની શરૂઆત કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી છે આ ન્યાય યાત્રા ની શરૂઆત મણીપુરથી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ચાર મહિનાથી આ ન્યાય યાત્રા ચાલી રહી છે અને હાલ આ ન્યાય યાત્રા ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામા પ્રવેશ કરી બોડેલી થિ નસવાડી થઈ નર્મદાના દેવલિયા ચોકડી ખાતે આવી પહોંચી હતી. ત્યારે આ ન્યાય યાત્રા નું સ્વાગત માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ સહિત તાલુકાના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અને દેવલિયા ચોકડી ખાતે આવતા જ રાહુલ ગાંધી આપ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાવી રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ ન્યાય યાત્રા દેવલિયા ચોકડી ખાતે ફરી આગળ રાજપીપલા તરફ જવા માટે રવાના થઈ હતી. ત્યારે તકેદારીના ભાગ રૂપે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે નર્મદા પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.