ડીસા પાટણ હાઈવે પર આવેલ ગણેશકૃપા સોસાયટીમાં પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો...

  • 6:59 pm March 9, 2024
અનિલ રામાનુજ

 

દક્ષિણ પોલીસ સ્ટાફ દ્વારા મકાનમાં રેડ કરી મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો..

રાજસ્થાની શખ્સ ડીસામાં મકાન ભાડે રાખી દારૂનો ધંધો કરતો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે પરપ્રાંતિય શખ્સના ઘરે રેડ કરી કુલ 95 હજાર ઉપરાંતનો મુદામાલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા પાટણ હાઈવે પર આવેલ ગણેશકૃપા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસને માહિતી મળી હતી. જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ખાનગી રાહે તપાસ શરૂ કરી આજે સોસાયટીમાં રેડ કરી હતી. જ્યાં તપાસ કરતા માલારામ વિષ્નોઇના મકાનમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને તપાસ દરમ્યાન કુલ 171 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો સહિત કુલ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે રાજસ્થાનના જાલોર જિલ્લાના વરણવા ગામનો વતની મલારામ હરચંદજી વિષ્નોઇ હોવાનું તેમજ ડીસા શહેરમાં છેલ્લા દસ વર્ષથી તે મકાન ભાડે રાખી રહે છે અને દારૂનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂના જથ્થા સાથે તેની અટકાયત કરી તેની સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.