હારીજના બોરતવાડા નર્મદેસ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
- 7:38 pm March 9, 2024
હારીજ પાટણ ફોરલાઈન હાઇવે પર આવેલ બોરતવાડા ખાતે આવેલ પ્રાચીન નર્મદેસ્વર મહાદેવ મન્દિર ખાતે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વહેલી સાવરથીજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.દર્શનાર્થીઓએ શિવજીને બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી હતી. જેને લઈ શિવ મંદિર પરિસર ઓમ નમઃશિવાયના નાદ સાથે ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
મંદિરમાં શિવજીને અલૌકિક ફૂલોની આગીનો શણગાર સજાવવા સાથે મન્દિર પરિસરને આસોપાલવ,ફુગ્ગાઓ લગાવી શુશોભીત કરવામાં આવ્યું હતું.મહા શિવરાત્રીના રોજ શિવજીની પૂજા અર્ચના સાથે ચાર પોરની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાંજે આરતી સમયે મન્દિર પરિસરમાં ૧૦૦૮ દિવડા પ્રગટાવી ભગવાનની આરતી પૂજા કરવામાં આવી જેમાં સમસ્ત ગ્રામજનોએ શિવજીની આરતી પૂજાનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.તેમજ રાત્રે ભક્ત મંડળ દ્વારા ભજન કિર્તનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.લોકોના સાથ સહકાર થકી શિવભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.