ભાભર રાવળવાસમાં બંધ મકાનમાં આગ લાગતા અફડા તફડી મચી..

  • 7:41 pm March 9, 2024
સુનિલ ગોકલાની

 

 

ભાભર નવા  રાવળવાસમા આવેલ જયંતિભાઈ રાવળના મકાનમાં આજે  સવારે કોઈ કારણોસર આગ લાગી હતી ઘરના લોકો કામ અર્થે બહાર ગયેલ હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કરતાં અફડા તફડી મચી જવા પામી હતી આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા આગને બુઝાવવા કોશિશ કરી હતી પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતાં  પાલીકાના ફાયરફાઇટર ને જાણ કરવામાં આવેલ ફાયરફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જોકે ત્યાં સુધી ઘરમાં રહેલ તમામ ઘરવખરી દાગીના બળીને ખાખ થઈ ગયા હતા તેમજ મકાનને મોટું નુક્સાન થવા પામ્યું હતું આગના કારણે બાજુના મકાનને પણ  નુક્સાન થવા પામ્યું છે તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામા આવે તેવી ગરીબ પરિવારની માંગ ઉઠવા પામી છે..