દેવગઢ બારીયા નગર ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા ૧૯૨૭માં બનેલ મંદિરનું નવીની કરણ કરવામાં આવ્યું.

  • 7:44 pm March 9, 2024
જાબીર શુકલા

 

 

દાહોદ :- દેવગઢ બારિયા નગર ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા વર્ષ ૧૯૨૭માં શ્રી ગોકુલનાથજી મંદિર બગીચા મંદિરનો નિર્માણ કરવામાં આવ્યું હતું જે મંદિર વૈષ્ણવ સમાજના અનેક પરિવારો જે હાલ દેશ-વિદેશમાં રહે છે. તેમની આસ્થા સાથે જોડાયેલો મંદિરને વર્ષો વીતી ગયાં તે મંદિર જર્જરીત બનતા વૈષ્ણવ સમાજ દ્વારા આ મંદિરનુ જીર્ણોધર કરી મંદિરનુ નવીનીકરણ કરવામાં આવ્યું વર્ષ ૨૦૨૩/૨૪ એમ બે વર્ષ આ મંદિરની કામગીરી ચાલી બે વર્ષમાં મંદિર પરીપૂર્ણ બની જતા તારીખ ૦૭/૦૩/૨૦૨૪ મહા વદ એકાદશીના રોજ  શ્રી ચતુર્થપીઠાધવિશ્વર  શ્રીવિઠ્ઠલરાયજી , શ્રીમદગોકુલની આજ્ઞાથી શ્રીગોકુલ નાથજી મંદિર બગીચા મંદીરમા વૈષ્ણવ સમાજ દ્વારા વૈદિક મંત્રો ઉચ્ચારી શાસ્ત્રોક વિધિથી પૂજા અર્ચના કરી શ્રી ઠાકોરજીની ભવ્ય પધરામણી કરવામાં આવી. જે પ્રસંગે વૈષ્ણવ સમાજના તેમજ નગરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે શ્રીઠાકોરજીના શૃંગાર , રાજભોગ , ભોગ સંધ્યાના દર્શનમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો , વૈષ્ણવો આ પ્રસંગે ખૂબ આનંદ કરી ભજન , રસિયા ગાયા હતા. તેમજ મુખયાજી કાળુંભાઈ પુરોહિત દ્વારા હોળી , ખેલ કરાવતા તેનો પણ વૈષ્ણવોએ  લાહવો  લીધો હતો. અને ધન્યતા અનુભવી હતી. આ વૈષ્ણવ સમાજમાં  ઐતિહાસિક મંદિરનો નવીનીકરણ થતાં  વૈષ્ણવોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.