અમરેલી ૧૮૧ મહિલા હેલ્પલાઈન તથા મહિલા પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી
- 7:47 pm March 9, 2024
મૌલિક દોશી
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમરેલી આંબેડકર સરકારી કન્યા છાત્રાલય ખાતે રહેતી વિદ્યાર્થીઓ સાથે ૧૮૧ અભયમ ટીમ ના સ્ટાફ તથા અમરેલી મહિલા પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા આ કિશોરીઓ ને ઘરેલુહિંસા તેમજ છેડતી અને અન્ય પ્રશ્નો માં તેઓ મદદ લઈ શકે તે અંગે કાયદાકીય માર્ગદર્શન આપેલ તેમજ કિશોરીઓ પોતાના જીવનમાં સક્ષમ થાય ને જીવન માં પોતાની કારકિર્દી નો લક્ષ્ય નક્કી કરી આગળ આવે તેવું વાતાવરણ મળે તે માટે બહેનો ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માહિતી પૂરી પાડેલ ને શુભેરછા આપેલ હતી. ત્યારબાદ ૧૮૧ હેલ્પલાઇન તથા મહિલા પોલીસ સ્ટાફ દ્વારા આ કિશોરીઓ સાથે આ દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.