પોરબંદર બેઠક ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાએ યાત્રાધામ વીરપુરથી ખોડલધામ સુધીની પદયાત્રા કરી હતી

  • 7:49 pm March 9, 2024
સુરેશ ભાલીયા

 

કેન્દ્ર સરકારમાં આરોગ્ય પ્રધાન રહેલ મનસુખભાઇ માંડવીયાને પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરાયા બાદ તેઓ તેમના મતક્ષેત્રમાં પહોંચ્યા હતાં,અને યાત્રાધામ વીરપુરમાં જલારામબાપાના દર્શન કરીને ખોડલધામ સુધી પદયાત્રા યોજી હતી

જેતપૂર ખાતે ભાજપના કાર્યકરોને સંબોધ્યા બાદ કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર યાત્રાધામ વીરપુર પહોંચ્યા હતાં,જ્યાં મંદિરે જલારામબાપાના દર્શન કરી વીરપુરથી ખોડલધામ સુધીની પદયાત્રા આરંભી હતી,પદયાત્રામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા સહિત અસંખ્ય કાર્યકરો પદયાત્રામાં ઉમટી પડ્યા હતા,પદયાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા મનસુખ માડવીયા નું સ્વાગત કર્યું હતું,અને મનસુખ માડવીયા માં ખોડલના દર્શન કર્યા હતા,અને મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે,પોરબંદર મહાત્મા ગાંધીજી ની પુષ્પ અર્પણ કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો,અનેક દેવાસ સ્થાનો ના સાધુ સંતોના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે,બે દિવસના પ્રવાસ દરમિયાન જનતાનો ઉત્સાહ જોઈને વિશ્વાસ દ્રઢ થયો,તેમજ જનતાની સમસ્યાના પ્રશ્નો નો પણ ઉકેલ લાવશું,સાથે જ ભાજપ 370 પ્લસ અને NDA 400 પ્લસ સાથે મોદીના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર બનશે, અને આજે જલારામ બાપા અને ખોડલધામ ખાતે માં ખોડિયારના આશીર્વાદ લીધા હતા.