વડોદરા એસ ટી ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન હેઠળ જાગૃતતા બેનર ઝુંબેશ યોજાઇ

  • 8:08 pm March 9, 2024
ફરહીન બહાદરપુર વાલા

 

ગુજરાતએસ ટી નિગમ ના વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે શુભયાત્રા સ્વચ્છયાત્રા કમ્પેઈન હેઠળ એસટી નિગમના રાજ્ય વ્યાપી સફાઈ ઝુંબેશ અભિયાન અંતર્ગત નિગમની બસો અને બસ સ્ટેશનો ના સ્વચ્છતા માટે ની વિવિધ પ્રવૃત્તિઓના આયોજન ના ભાગરૂપે  આજરોજ તારીખ 09/03/2024 ના શનિવારના રોજ વડોદરા એસ.ટી. ડેપોના કર્મચારીઓ તથા સફાઈ કરતાં કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા માટે ની જાગૃતિ અંગે નું પ્લેબોર્ડ નિદર્શનનું આયોજન કુશળ અને કાર્યશીલ વહીવટ માટે જાણીતા વડોદરા ડેપો મેનેજર શ્રીમતિ પાયલબેન પટેલના માર્ગદર્શન અને દેખ રેખ હેઠળ ડેપોમાં અવર  જવર કરતી પબ્લિક માં કરવામાં આવેલ

 જેનો મુખ્ય ઉદ્દેશ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વિશાળ પ્રમાણમાં  ઉપસ્થિત મુસાફરોમાં સ્વચ્છતા બાબતે જાગૃતતા આવે તેવો સંદેશો પહોંચાડવાનો હતો આ જનજાગૃતિ ને આવરી લેતી સ્વચ્છતા પ્રવૃત્તિએ હાજર જાહેર જનતા માં અનેરું આકર્ષણ જમાવ્યું હતું .