રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા બોડેલી ખાતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું
- 8:56 pm March 9, 2024
ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત માં પ્રવેશ મેળવ્યો ના બીજા દિવસે સાંજે બોડેલી પાસે આવેલા ખાંડીવાવ ગામે ખુલ્લા મેદાન માં ટેન્ટ બનાવી રાત્રી રોકાણ કર્યું હતું,
આજે સવારે બોડેલી અલીપુરા ચોકડી પર ભારત જોડો ન્યાય યાત્રા આવી પહોંચતા ઢોલ માંદલ સાથે રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા નું આદિવાસીઓની પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જોકે રાહુલ ગાંધીએ બોડેલી ખાતે ચાલુ જીપ માં હાથ હલાવી અભિવાદન કર્યું હતું, અને નસવાડી નગર માં ચાલુ જીપ માં લોકોનું અભિવાદન કર્યું હતું, અને દેવલીયા ચોકડી થી નર્મદા જિલ્લા માં પ્રવેશ મેળવ્યો હતો,
બોડેલી ખાતે જામેલી ભીડનો ખિસ્સા કાતરૂઓએ લાભ ઉઠાવી 50થી વધુ નેતાઓ અને લોકો ના ખિસ્સા ખાલી કર્યા.
ભારત જોડો ન્યાય યાત્રા ને જોવા ગ્રામ્ય વિસ્તારોમાં માંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં જે ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ કાર્યકર્તાઓ સહિત 50થી વધુ લોકોના ખિસ્સા કપાયા હતાં, જેમાં
વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના ખિસ્સા ના પાકીટ ૪૫ હજાર ચોરાયા હતાં, જ્યારે બોડેલી ના પત્રકાર મયુદીનભાઈ ખત્રી ની યાત્રાનો વીડિયો લઈ રહ્યાં હતાં, જેઓનું ધ્યાન ચૂકવી જબ્બા ના ખિસ્સા માંથી પાકીટ ચોરી લીધું હતું,
ખિસ્સા કાતરૂ ગેંગ લોકો ના ખિસ્સા હળવા કરી રહ્યા હતા તે લોકો ને ધ્યાને આવતાં એક ખીસ્સા કાતરુંને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો અને જેમ જેમ લોકો ને ખિસ્સા કપાયા એવા 50 થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ ને ખિસ્સા માંથી પૈસા ચોરાયા ની જાણ કરી હતી.
જોકે લોકો ખિસ્સા કાતરૂ ઝડપાઈ જતાં લોકોએ મેથીપાક આપી પોલીસ ને સોંપ્યો હતો,પોલીસ બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઇ જઇ કાર્યવાહી હાથ ધરી છે.