પાટણ ના વાગડોદ ગામે રહેણાંક મકાનમાં બનાવેલ ગુપ્ત ભોયરામાંથી વિદેશી દારૂ નો જથ્થો ઝડપાયો...

  • 9:00 pm March 9, 2024
જે પી વ્યાસ

 

પાટણ એલ.સી.બી.ટીમે બાતમીના આધારે ઓચિંતો છાપો માર્યો...

પાટણ ના વાગડોદ ગામે રહેણાક મકાનના ગુપ્ત ભાગમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામા આવ્યો હોવાની ચોકકસ બાતમી મળતા પાટણ એલસીબી ટીમે ઓચિંતો છાપો માંરીને મકાનના ગુપ્ત ભાગમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી આગળ ની કાયૅવાહી માટે વાગડોદ પોલીસ ને તપાસ સોપી હોવાનું જાણવા મળ્યું છે. 
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ નાઓએ
પાટણ જીલ્લામાંથી પ્રોહી.
લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ વી.આર
ચૌધરીના માર્ગદશન હેઠળ
એલ.સી.બી.ટીમ વાગડોદ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી જુગાર લગત પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત મળેલ કે માજીદખા શેરખા બલોચ રહે.વાગડોદ ગામ નિચાડો બલોચવાસવાળો પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનમાં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી વેચાણ કરી રહેલ છે જે બાતમી આધારે પંચોના માણસો સાથે એલસીબી ટીમે રેડ કરતા સદરી આરોપીના રહેણાક મકાનમા બનાવેલ ભોયરામાંથી ગે.કા.
ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરનો જથ્થો કુલ બોટલો/ટીન નંગ-૬૨૨ કી.રૂ.૯૫૨૪૪
નો મુદ્દામાલ રેઇડ દરમ્યાન મળી આવતાં તેને હસ્તગત કરી સ્થળ પર મળી ન આવનાર બુટલેગર માજીદખાં શેરખાં બલોચ રહે. વાગડોદ વાળાને ઝડપી લેવા ચક્રોગતિમાન કરી આગળની કાર્યવાહી સારૂ વાગડોદ પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવવામાં આવ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.