તા. ૧૨ મી માર્ચના રોજ વડાપ્રધાન ખીજડીયાથી અમરેલી બ્રોડગેજ લાઈનનુ ઈ-ખાતમુહુર્ત કરાશે

  • 9:19 pm March 9, 2024
મૌલિક દોશી

 

અમરેલીના  સાસદ અને જેમને ૧૦૮ તરીકેની ઉપાધિ મળેલ છે તેવા નારણભાઈ કાછડીયાની યશકલગીમા વધુ એક પીછુ ઉમેરાવા જઈ રહયુ છે. અમરેલીના લોકોની વર્ષો જુની માગ એટલે કે ખીજડીયા થી અમરેલી સુધીના સેકશનના બ્રોડગેજ પ્રોજેકટનુ તા. ૧૨મી માર્ચ ૨૦૨૪ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે માન. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી  ઈ-ખાતમુહુર્ત કરવાના છે. ત્યારે અમરેલીના સાસદ  નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, આજે અમરેલીની જનતાનો આતુરતાનો અત આવેલ છે અને તેઓએ અમરેલીના આગણે બ્રોડગેજ લાવવા માટે લોકોને જે વચન આપેલ હતુ તે પાળી બતાવ્યુ છે. જેના ભાગ રૂપે માન. પ્રધાનમત્રીશ્રી રૂા. ૧૭૮ કરોડની રાશી સાથે સ્વિકૃત ખીજડીયા થી અમરેલી સુધીના સેકશનનુ વર્ચ્યુલી ઈ-ખાતમુહુર્ત કરવાના છે તેમજ લીલીયા મોટા રેલ્વે સ્ટેશન ખાતે રૂા. ૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ગતિ શકિત કાર્ગો ટર્મિનલનુ પણ વડાપ્રધાનશ્રી તેમના વરદહસ્તે ઈ-લોકાર્પણ કરવાના છે.
સાસદ નારણભાઈ કાછડીયાએ વધુમા જણાવેલ છે કે, વિપક્ષ તેમજ હિત શત્રુઓ દ્રારા બ્રોડગેજ મુદે અમરેલીના લોકોને ખોટી માહિતીઓ આપી ખુબ જ ગુમરાહ કરેલ હતા. જેનુ આજે દુધનુ દુધ અને પાણીનુ પાણી થયેલ છે. ત્યારે તા. ૧૨મી માર્ચના રોજ સવારે ૦૮:૦૦ કલાકે અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી આ ઐતિહાસીક ક્ષણના સાક્ષી બનવા અમરેલીના લોકોને સાસદ એ અપીલ સહ અનુરોધ કરેલ..