ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે ભેસોને ભરી લઈ જતા બે આરોપીઓને પકડી કુલ-૧૭ ભેંસોને બચાવી લેતી કાલોલ પોલીસ

  • 9:34 pm March 10, 2024
અજયસિંહ ચૌહાણ

 

 

કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.બી.બરંડા અને તેમના પોલીસ સ્ટાફના માણસો એ રીતેના નાઈટ રાઉન્ટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી ચોક્કસ હકિકત બાતમી મળી હતી કે એક આઈસર ગાડી નં.GJ-19-Y-1715 માં ભેસોને કુરતા પુર્વક ટુંકા દોરડાથી ત્રાસ દાયક રીતે બાંધી કતલ કરવાના ઈરાદે ગોધરાથી સુરત તરફ લઇ જનાર છે તેવી મળેલ બાતમીના આધારે વાહનોમાં ચેકિંગ તથા વોચ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તે દરમિયાન મધવાસ ચોકડી પાસેથી ભેંસો ભરેલ આઈશર ગાડી નં- GJ-19-Y-1715 ની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ.૬,૫૦,૦૦૦/ નો મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડી પાડી કાલોલ પો.સ્ટે. પશુધારા એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરી પકડાયેલ બંને આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી કુલ-૧૭ ભેસોને બચાવી લઈ પાંજરાપોળ ગોધરા ખાતે મોકલી આપેલ છે

પકડાયેલ આરોપીઓના નામ :-

(૧) મોસીન હુસેન બુમલા ઉ.વ.૩૯ રહે. ગોધરા સાતપુલ મુસ્લિમ સી-સોસાયટી વેજલપુર રોડ ગોધરા તા.ગોધરા

(૨) યુનુસ અહેમદરમજાની ગીતેલી ઉ.વ.૨૨ રહે.ગોધરા સાતપુલ મુસ્લિમ સી-સોસાયટી વેજલપુર રોડ ગોધરા

કબજે કરેલ મુદ્દામાલ :-

(૧) ભેંસો - ૧૩ કિંમત .૧,૩૦,૦૦૦/-

(ર) પાડીઓ- ૦૪ કિમત રૂ.૨૦,૦૦૦/- ( બચાવી લીધેલ કુલ-૧૭ ભેંસો / પાડીઓને શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ ગોધરા મોકલી આપેલ છે. )

(૩) આઈશર ગાડી નં- GJ-19-Y-1715 ની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ.૬,૫૦,૦૦૦/ નો મુદ્દામાલ