કાલોલ પોલીસે બરોલા ગામે ઈકો ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટનો ૩,૨૫,૯૭૫ /- કુલ, કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો

  • 9:35 pm March 10, 2024
અજયસિંહ ચૌહાણ

 

 

કાલોલ પોલીસ સ્ટેશન પીએસઆઇ સી.બી.બરંડાને ચોકકસ બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઈકો ફોર વ્હીલ નંબર-GJ-06-EQ-2193 માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો મુદ્દામાલ લઇને હિરો કંપની તરફથી બરોલા ગામ તરફ પસાર થવાની છે તેવી બાતમી આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે વોચ તપાસમાં રહી બાતમીવાળી ઈકો આવતાં તેને ઉભી રખાવવા જતા ઈકો ચાલક તેની ગાડી હંકારી મુકી બરોલા ગામ તરફ ભાગી રોડની સાઈડમાં આવેલ ખેતરમાં સફેદ કલરની ઈકો ફોર વ્હીલ ગાડી નંબર- GJ-06-EQ-2193 નો ચાલક ઈકો ગાડી મુકી ભાગી ગયેલ જે ઈકો ગાડીમાં તપાસ કરતાં  (૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હિસ્કી ૭૫૦ મી.લી. ની પ્લાસ્ટિક બોટલો નંગ-૩૭ ની કિ.રૂ. ૧૬,૪૬૫/- (૨) રોયલ સિલેકટ ડીલક્ષ વ્હિસ્કી ૭૫૦ મી.લી. ની પ્લાસ્ટિક બોટલો નંગ-૧૦ ની કિં.રૂ.૪૪૫૦/- (૩) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હિસ્કી ૧૮૦ મી.લી.ના પ્લાસ્ટિક ક્વાટર નંગ-૪૬ ની કિં.રૂ. ૫૦૬૦/- કુલ પ્લાસ્ટિક બોટલો / ક્વાટર નંગ-૯૩ ની કુલ કિં.રૂ. ૨૫,૯૭૫/- તથા (૪) ઈકો ફોર વ્હીલ ગાડીની આશરે કિં.રૂ.૩,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ. ૩,૨૫,૯૭૫ /- નો  પ્રોહિ. મુદ્દામાલ મળી આવેલ જે બાબતે કાલોલ પોલીસ સ્ટેશન પ્રોહી. એકટ કલમો મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.