બોગસ દસ્તાવેજોના આધારે લોન મેળવવાનું ભેજાબાજોનું મસમોટું કૌભાંડ બહાર આવતા સંતરામપુરમાં સનસનાટી
- 9:37 pm March 10, 2024
સંતરામપુર સ્થિત નવાબજાર માં આવેલ બેન્ક ઓફ બરોડા શાખા માંથી 10 ભેજાબાજ એજન્ટો( વ્મચેટીઆઓએ) એ 24 જેટલા પર્સનલ લોન ધારકોના સરકારી નોકરીઓ કરતા ના હોવાં છતાં નોકરી કરતાં હોવાના પગાર ભથ્થાની સ્લીપો અને ઇન્કમટેક્સ રિટર્ન સહી સિક્કાઓ સાથેના બોગસ ડોક્યુમેન્ટો ના આધારે 24 ખાતેદારોને 2023 ના ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 3.55 કરોડ રૂ!ની પર્સનલ લોન આપીને કમિશન ના ભારેખમ ઉઘરાણાઓના બહાર આવેલા ચોંકાવનારા કૌભાંડમાં સંતરામપુર પોલીસ સ્ટેશનના પી.આઇ .કે.કે ડીંડોડ દ્વારા ઝીણવટપૂર્વક તપાસો શરૂ કરવામાં આવી છે.
સંતરામપુર બેન્ક ઓફ બરોડા શાખા માંથી બનાવટી દસ્તાવેજોના આધારે આચારવામાં આવેલા આ 3.55 કરોડ રૂપિયાના બહાર આવેલા પર્સનલ લોન કોભાંડના 35 આરોપીઓને ઝડપી પાડીને બનાવટી દસ્તાવેજો ક્યાંથી ? અને કોના ઈશારે તૈયાર કરાયા આ સ્ફોટક રહસ્યોની તપાસોમાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સમેત અન્ય એજન્સીઓ પણ સામેલ થાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
એટલા માટે કે 10 જેટલા એજન્ટોએ સંતરામપુર બેન્ક ઓફ બરોડા માંથી 24 જેટલા લોન ધારકોને સરકારી નોકરીઓ કરતા હોવાના બનાવટી દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરીને લાખ્ખો રૂ! ના પર્સનલ લોન મંજુર કરાવવા માટે જે જામીનદારો ઊભા કર્યા હતા તેઓ સરકારી નોકરી કરતા હોવાના વધુ એક બોગસ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને અંદાજે 3.55 કરોડ રૂપિયાના પર્સનલ લોન કૌભાંડ ને અંજામ આપતા બેન્ક ઓફ બરોડા ના ઉચ્ચ સત્તાધીશો પણ ચોકી ઉઠ્યા છે. કારણ કે ફતેપુરા અને સુખસરમાં પણ બેન્ક ઓફ બરોડા શાખા ની બ્રાન્ચો આવેલ હોવા છતાંપણ આ વિસ્તારના લોન ધારકોની પર્સનલ લોનો સંતરામપુર બેન્ક ઓફ બરોડા શાખા દ્વારા કેવી રીતે મંજૂર કરવામાં આવી આ રહસ્યો તો આરોપીઓ ઝડપાયા બાદ જ બહાર આવે એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે..