ટીંબી ગામે બનેલ ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી નાગેશ્રી પોલીસ

  • 9:44 pm March 10, 2024
મૌલિક દોશી

 

 

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટીંબી ગામમાં રહેતા 28 વર્ષીય નરસિંહભાઈ સરવૈયા અને તેમના સગા નાના ભાઇ 23 વર્ષીય હરજીભાઈ સરવૈયા વચ્ચે મારા મારીનો બનાવ બન્યો જેમાં આરોપી હરજીભાઈ દ્વારા મૃતક નરસિંહભાઈ પાસે બાઇક માંગતા નહિ આપવાના મનદુઃખ રાખી મૂંઢ માર માર્યો અને પકડી જમીનમાં નીચે ભટકાવતા મોત થયું જ્યારે આ ઘટના બાદ મૃતકની લાશ ભાવનગર ફોરેન્સિક રિપોર્ટમાં મોકલતા રિપોટમાં માથાના ભાગે ઇજાઓ થયાનું આવતા નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં આરોપી સગા ભાઈ સામે 302 મુજબ હત્યાનો ગુન્હો નોંધાતા ચકચાર મચી ગઇ હતી ઘટનાને અમરેલી એસપી હિમકર સિંહને જાણ થતા ગુન્હાનો ભેદ ઉકેલવા સૂચનાઆપતા ડી.વાય.એસ.પી.સહિત ઘટના સ્થળે દોડી નાગેશ્રી પી.એસ.આઈ.પલાસ સહિત અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવતા આરોપી હરજીભાઈ ડાયાભાઈ સરવૈયાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.