સપ્ટેમ્બર માસમાં આવેલું નર્મદા નદીનું પૂર: નર્મદા નદીમાં આવેલું પૂર ભાજપ સર્જિત હોવાનો રિપોર્ટ રજૂ કરાયો હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ..
- 9:47 pm March 10, 2024
નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની સંસ્થાએ કરેલી ચકાસણીમાં ભાંડો 12 કલાક પહેલા પાણી છોડ્યું હોત તો ભરૂચ અંકલેશ્વરમાં પુર ટળ્યું હોત..
પ્રધાનમંત્રીના જન્મદિવસના વધામણા લેવા માટે માનવસર્જિત કૃત્ય કરાયું હોવાનો આક્ષેપ..
માનવસર્જિત કૃત્યના રિપોર્ટ ભારત સરકારની એજન્સી એ જ રજૂ કરતા મામલો નામદાર હાઇકોર્ટ સુધી પહોંચશે :- ગોપાલ ઇટાલીયા
સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં આવેલું પૂર કુદરતી પૂર નહીં પરંતુ માનવસર્જિત અને ભાજપ સર્જીત પૂર હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ભારત સરકારની જ એજન્સીની તપાસમાં નર્મદા નદીના પૂરને માનવસર્જિત પુર હોવાનો દાવો કરી રિપોર્ટ રજૂ કર્યો હોવાનો આક્ષેપ કરી આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી હતી
ભરૂચમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં આવેલું પૂર કુદરતી આપત્તિ નહીં પરંતુ માનવસર્જિત ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સરકારની જ નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક એજન્સી છે અને એ એજન્સીના જ એન્જિનિયરો અને અધિકારીઓ કર્મચારીઓએ નર્મદા નદીમાં પૂર બાબતે તકેદારી રાખવાની હોય છે ને તેમણે આ બાબતે નર્મદા નદીમાં આવેલા પૂર અંગે નિરીક્ષણ કર્યું છે જેમાં 12 કલાક પહેલા નર્મદા નદી માં સરદાર સરોવરના ડેમના દરવાજા ખોલી પાણી છોડ્યું હોત તો ભરૂચ અંકલેશ્વર મા પુરની સ્થિતિનું નિર્માણ ન થયું હોત સાથે નર્મદા નદીમાં કેટલા પ્રમાણમાં પાણી આવવાનું છે તે અંગેની મશીનરીનો પણ ઉપયોગ ન કરાયો હોય તેવો આરોપ લગાવ્યો છે સાથે ભાજપના જ લોકોએ 17 મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ના જન્મદિવસના વધામણા લેવા માટે મોટા પ્રમાણમાં નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કર્યો હોય અને એક સાથે પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચ અંકલેશ્વર ના કાંઠા વિસ્તારોમાંથી પૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં ઢોરઢાંખર ખેડૂતોની જમીન તથા લાખો હજારો ખેડૂતોને મોટું નુકસાન થયું હોય જેના પગલે નર્મદા નદીમાં આવેલું પૂર માનવસર્જિત પુર હોવાનું ભારત સરકારના જ રિપોર્ટમાં સામે આવતા આગામી દિવસોમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જવાબદાર અધિકારીઓ અને નેતાઓ સામે કાર્યવાહી થનાર હોવાના આક્ષેપ પણ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ કર્યા છે