દશરથ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં દારૂની મહેફીલ માણતા 4 મિત્રો ઝડપાયા

  • 7:03 pm March 11, 2024
સિકંદર પઠાણ

 

છાણી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળતા દરોડો પાડયો હતો

વડોદરાના દશરથ વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે સાંજે દારૂની મહેફિલ મળતા ચાર મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

છાણી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂની મેહફીલ અંગે માહિતી મળતા પોલીસે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં દરોડો પાડયો હતો. જ્યાં દરોડા દરમિયાન એક કારની પાસે ચાર જણા દારૂ પીતા મળી આવ્યા હતા. પૂછપરછ દરમ્યાન તેઓના નામ કલ્પેશ જેસીંગભાઇ ડામોર (રહે. ગવર્મેન્ટ કોલોની, સુભાનપુરા), ચેતન રાવજીભાઈ પરમાર (રહે. માધવનગર, દશરથ ગામ), શાહરુખ લાલાભાઇ વોરા (રહે. વ્હોરા ફળિયું, ઇન્દિરા નગર, દશરથ) અને રાકેશ રમેશભાઈ વસાવા (રહે. વસાવા ફળિયુ, ઇન્દિરા નગર, દશરથ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેઓની પાસે એક કાર અને મોટરસાયકલ કબજે કર્યા હતા.