વડોદરા જિલ્લામાં મેગા નેશનલ લોક અદાલત યોજાઈ: ૧૭૩૨૫ કેસોનો નિકાલ: રૂ.૧૫૬.૩૬ કરોડનું સેટલમેન્ટ

  • 7:05 pm March 11, 2024
સિકંદર પઠાણ

 

     જિલ્લા કાનુની સેવા સતા મંડળ, વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરીટીના નેજા હેઠળ અને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસિસ ઓથોરીટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજ અને ડિસ્ટ્રિકટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ વર્ષની પ્રથમ મેગા નેશનલ લોક અદાલત યોજાઈ હતી.

        શનિવારે યોજાયેલ લોક અદાલતમાં કુલ ૧૭,૩૨૫ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાંથી મોટર અકસ્માતના કુલ-૧૮૬ કેસો તથા એન.આઈ.એક્ટના કુલ-૧,૮૮૯ કેસો મળી સમાધાન લાયક કુલ- ૩,૦૧૦  કેસો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો. ૧૧,૩૫૫ કેસ સ્પેસીયલ સીટીંગ એમ કુલ- ૧૪,૩૬૫ કેસોનો નિકાલ  કરી અને પ્રિલીટીગેશનમાં ટ્રાફિક ચલાણ ના કુલ- ૨૧,૫૫૯ મળી કુલ  ૨૬,૨૪૦ કેસમાં સમાધાનથી નિકાલ કરી રૂ. ૧,૫૬,૩૬,૮૦,૫૭૧/- રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હોવાનું  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.