બરડીપાડા મહાલ વચ્ચે ચલથાણ સુગરની ટ્રક પલટી મારી જતા એકનું મોત ...

  • 7:06 pm March 11, 2024
સુશીલ પવાર

 

 

પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ગુજરાતનાં ચલથાણ સુગર ફેક્ટરીમાં શેરડી કટીંગનાં કામ અર્થે ગયેલ કામદારો પોતાનો સામાન મુકવા માટે ટ્રક રજી.નં.GJ -16-T-9450 માં સવાર થઈને આવી રહ્યા હતા.જેમા ડ્રાઇવર સાથે કેબિનમાં અન્ય બે વ્યક્તિઓ બેઠા હતા.જ્યારે  ડાંગ જિલ્લાનાં ઢોલીઉંમર ગામનાં ડીખુભાઈ પ્રભુભાઈ રાઠોડ (ઉ. વ.65) અને એક યુવાન નામે અંકિત નાજુભાઈ જોગારીયા ઉ.16 નાઓ ટ્રકની કેબીન ઉપર બેઠા હતા.તે વેળાએ સુબીર તાલુકાનાં બરડીપાડાથી મહાલ વચ્ચે બારીની ઉતરતી નામે ઓળખાતી જગ્યાએ ટ્રક ચાલકે પોતાના કબજાની  ટ્રકને પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા સ્થળ પર આ ટ્રક પલટી મારી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં કેબિન ઉપર બેસેલા બન્ને ઈસમોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કામદાર એવા ડીખુ પ્રભુ રાઠોડનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.આ અકસ્માતને લઈને સુબીર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..