ઝાલોદ પોલીસ દ્વારા ગાડીનો પીછો કરી વિદેશી દારૂ સાથે મુદ્દામાલ ઝડપી પાડયો : ચાલક ફરાર

  • 7:21 pm March 14, 2024
પંકજ પંડિત

 

 

      ઝાલોદ પોલીસ આવનાર હોળીના તહેવાર તેમજ લગ્નસરાની સિઝન ચાલુ થતી હોઈ સતત પેટ્રોલીંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખી રહેલ છે. તે અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ પો.ઇ.એમ.એમ.માળી અને સે.પો.ઈ સી.કે.સીસોદીયા પોતાના પોલીસ સ્ટાફ સાથે ગરાડુ મુકામે પેટ્રોલિંગમા હતા. તે દરમ્યાન એક રાજસ્થાન પાસીંગ સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી જેનો નંબર RJ-03-CA-8512 મા વિદેશી દારૂ અહીંથી નીકળનાર છે તેવી બાતમી મળેલ હતી. 
    પોલીસ દ્વારા સતત આવતા જતા વાહન પર વૉચ કરવામા આવી રહેલ હતી. તે દરમ્યાન બાતમી વાળી ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરાતાં તે ગાડી પૂરપાટ ઝડપે ઢાઢીયા તરફના રસ્તે ભાગી જવાનો પ્રયાસ કરેલ પોલીસ દ્વારા ગાડીનો પીછો કરી કલજીની સરસવાણી ગામ પાસે ગાડી રસ્તા નીચે ઉતારી ચાલક ગાડી મુકી નાસી ગયેલ હતો. પોલીસ દ્વારા ગાડીની અટકાયત કરી તપાસ કરાતા આ ગાડી માથી દારૂની ચાલીસ પેટી તેમાં અંદાજીત 1920 દારૂની બોટલ જેની કિંમત 96000 જેટલી થાય છે અને ગાડીની કિંમત 300000 થઈ કુલ 396000 નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડવામાં ઝાલોદ પોલીસને સફળતા મળેલ હતી.