કાલોલ પોલીસે આઇશરમાં ખાખી પુઠાની આડમા સતાડી લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
- 7:22 pm March 14, 2024
પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.બી.બરંડાને ચોકકસ બાતમી મળી હતી કે, એક આઇશર ટ્રક નંબર.GJ-34-T-2138 માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો પ્રોહી મુદ્દામાલ લીસ્ટેડ બુટલેગર્સ રમેશભાઇ ગનાભાઇ વણકર રહે.રામપુર તા.ગોધરાએ મંગાવેલ હતો અને પ્રોહી મુદ્દામાલ આઇશર નંબર.GJ-34-T-2138 ના ચાલકે ભરી લઈ આવી દેલોલ ખાતે આવેલ સતલુજ હોટલની આવેલ ખુલ્લી જગ્યાના પાર્કિંગમા રાખેલ છે તેવી બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે રેઇડમાં જતા સદર વર્ણનવાળી આઇશર ટ્રક પાસે જઈ જોતા આઇશર ટ્રકની આજુ બાજુમા આઇશર ટ્રકનો ચાલક હાજર મળેલ ન હોય જે આઇશર ટ્રકની તપાસ કરતા (૧) રોયલ બલ્યુ મલ્ટ વ્હિસ્કી ૧૮૦ મી.લીના કવાટરની પેટી નંગ.૫૮૦ કુલ કર્વાટર નંગ-૨૭,૮૪૦ કુલ કિ.રૂ. ૨૭,૮૪,૦૦૦/- (૨) આઇશર ટ્રક GJ-34-T-2138 ની આશરે કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- (3) તાડ પત્રી નંગ-૦૧ કિ.રૂ -૦૦/૦૦ (૪) ખાખી કલરના પુહાઓ કિ.રુ ૦૦/૦૦ (૫) રસ્સી નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ. ૩૭,૮૪,૦૦૦/- નો પ્રોહિ મુદ્દામાલ ઉપર કાળા કલરની તાડ પત્રી રસ્સીથી બાધેલ હોય જે તાડ પત્રી ખુલ્લી કરી જોતા પાછળ તથા આગળના ભાગે ખાખી કલરના પુઠાની આડમા સતાડી રાખેલ પ્રોહિ. મુદ્દામાલ મળી આવ્યો હતો કાલોલ પોલીસ સ્ટેશન પ્રોહી. એકટ કલમો મુજબ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે