લોકસભા 2024 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તિલકવાડા PSIની આગેવાની હેઠળ પોલીસકર્મી અને BSF ના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

  • 7:31 pm March 14, 2024
વસિમ મેમણ

 

પ્રાપ્ત વિગત અનુસાર આગામી સમયમાં લોકસભા 2024 ની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ ચૂંટણી માટે દરેક પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટાની આગેવાની હેઠળ પોલીસ કર્મીઓ BSF ના જવાનો હોમગાર્ડ અને જીઆરડીના જવાનો દ્વારા તિલકવાડા નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સંદેશો પાઠવવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી  આવી રહી છે. ત્યારે આ ચૂંટણી માટે તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે સાથે જ કાર્યકર્તાઓ દ્વારા પોતાની પાર્ટીના ઉમેદવારને જીતાંડવા માટે મીટીંગો અને બેઠકોની પણ શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી દરમિયાન વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી સંપન્ન થાય તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટાની આગેવાની હેઠળ પોલીસ કર્મીઓ BSF ના જવાનો હોમગાર્ડ તથા જી.આર.ડી ના જવાનો દ્વારા તિલકવાડા નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું આ ફ્લેગ માર્ચ તિલકવાડા પોલીસ મથકે થી શરૂઆત કરી તિલકવાડા મેન બજાર થઈ નીચલી બજાર ચાર રસ્તા થી દેવલ્યા / ઓરા તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ક ફરી તિલકવાડા પોલીસ મથકે ફ્લેગ માર્ચ નું સમાપન કરવામાં આવ્યું. આ ફ્લેગમાર્ચ દ્વારા વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રજાજનોને સંદેશો પાઠવવામાં આવ્યો.