તિલકવાડા નર્મદા ઘાટ ખાતે આવેલો પૌરાણિક ઓવારા ની ગામ લોકોએ સ્વયં સફાઈ હાથ ધરી

  • 7:34 pm March 14, 2024
વસિમ મેમણ

 

 

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા નગરમાં નર્મદા ગાંટ ખાતે નાનો ઓવારો આવેલો છે આ ઓવારો રાજા રજવાડા સમયનો ઓવારો હોય અને આ ઓવારો હાલ ખૂબ જ જરજરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં નર્મદા પરિક્રમા શરૂ થવાની છે આ પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ અહીંયા આવતા હોય છે ત્યારે આ પરિક્રમા વાસીઓને કોઈ તકલીફ ન પડે અને તેઓ આસાનીથી તિલકવાડા નગરના દરેક તીર્થ સ્થાનોના દર્શન કરી શકે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા નગરના આગેવાનો સ્વયં જાડુ અને પાવડા લઈ નાના ઓવરાની સફાઈ કરવા માટે આવી પહોંચ્યા હતા અને આ ઓવારનું વિશેષ ધ્યાન રાખવા માટે વહીવટી તંત્રને અપીલ કરી હતી

ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં મા નર્મદા પરિક્રમા શરૂ થવાની છે ત્યારે આ નર્મદા પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પરિક્રમા દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ નાવરીમાં બેસીને તિલકવાડા નાના ઓવારા થઈને તિલકવાડામાં આવેલા વિવિધ તીર્થ સ્થાનોના દર્શન કરીને આગળ જતા હોય છે. ત્યારે હાલ આ ઓવારો રાજાશાહી સમયનો અતિ પૌરાણિક ઓવારો છે પરંતુ આ ઓવારો હાલ ખૂબ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે. ગામ લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આ ઓવારાની સફાઈ કરવામાં આવી નથી ત્યારે હાલ તિલકવાડા નગરના ચંદ્રમૌલિ સ્વામીજી તથા શિવાનંદ સરસ્વતી સ્વામી તથા ગામના અનેક આગેવાનો આજે સ્વયં જાડુ સાવરના તેમજ પાવડા લઈને સફાઈ શરૂ કરી હતી ત્યારે વહીવટી તંત્ર આ ઓવારાને વિશેષ ધ્યાન આપે અને અહીંયા જરૂરી સાફ સફાઈ કરવામાં આવે તેવી સ્વામીજીએ અપીલ કરી હતી ત્યારે પરિક્રમા માટે આવતા તમામ શ્રધ્ધાલુઓ તિલકવાડા નગરમાં આવેલા તીર્થ સ્થાનો ના દર્શન નો લાભ ઉઠાવે તે માટે ચંદ્રમૌલિ સ્વામી તથા સિવાનંદ સ્વામીજીએ અપીલ કરી હતી.