તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના નવીન મકાનનું લોકાર્પણ કરાયુ

  • 7:35 pm March 14, 2024
વસિમ મેમણ

 

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા તાલુકા મથકે 2 કરોડ 09 લાખ ના ખર્ચે બનાવવામાં આવેલ નવિન તાલુકા પંચાયત ભવન નું છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને ધારા સભ્ય દર્શનાબેન દેશમુખ ના હસ્તે તકતી નું અનાવરણ કરી તથા રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમ ની શરૂઆત માં મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવાના આવી ત્યાર બાદ પ્રાથમિક શાળાની બળાઓ એ પ્રાર્થના ગીત અને નૃત્ય કરી મહાનુભાવો નું સ્વાગત કર્યું. ત્યારે તિલકવાડા ખાતે તાલુકા પંચાયત ના નવીન મકાન નું લોકાર્પણ થવાથી તાલુકામાં વિકાસના કામોને વેગ મળશે અને બાકી રહેલા કામો પણ ઝડપી પૂર્ણ થશે. ત્યારે તિલકવાડા ખાતે તાલુકા પંચાયત નું મકાન તો હતું પરંતુ તે ઘણું જૂનું હોવાથી જર્જરિત હાલતમાં થઇ જવાની કારણે લોક માંગ ને ધ્યાનમાં રાખી ને નવું મકાન મંજુર કરવામાં આવ્યું હતું ત્યારે 2 કરોડ 09 લાખ ના ખર્ચે નિર્માણ પામેલું આ પંચાયત ભવન ખાતે દરેક વિભાગ માટે અલગ ચેમ્બર બનાવવામાં આવ્યા છે. સાથે જ વિશાળ કોંફોરર્ન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે. ત્યારે આ નવીન મકાન ના શુભારંભ કાર્યક્રમ માં સંસદ ગીતાબેન રાઠવા / ધારા સભ્ય દર્શનાબેન દેશમુખ / જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.