મુનપુર આરોગ્ય કેન્દ્ર ખાતે શિક્ષણ મંત્રીના હસ્તે નવીન એમ્બ્યુલન્સ કારનું લોકાર્પણ

  • 7:37 pm March 14, 2024
ભીખાભાઈ ખાંટ

 

 

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના  મુનપુર આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ શિક્ષણ મંત્રી કૂબેરભાઈ ડીડોરના હસ્તે નવીન એમ્બ્યુલન્સ વાનનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જયારે આ પ્રસંગે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.જયારે રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જીંદગી બચાવવી શકાય અને.ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પણ આરોગ્યની ઝડપથી સેવાઓ મલી રહે તે હેતુથી નવીન એમ્બ્યુલન્સ વાનનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આમ મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન એમ્બ્યુલન્સ વાનનુ લોકાર્પણ પણ‌ થતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓમા તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.