રાણપુરમાં મોગલધામ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન યોજાયા..

  • 7:38 pm March 14, 2024
વિપુલ લુહાર

 

 

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આઈ શ્રી મોગલધામ દ્વારા સર્વજ્ઞાતિ ના પ્રથમ સમૂહ લગ્ન યોજાયા હતા.રાણપુર મોગલધામ ના ભુવા કલ્પેશભાઈ દીલીપભાઈ ઘાઘરેટીયા દ્વારા સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સમૂહ લગ્નમાં મોગલધામ કબરાઉ થી મોગળ કુળ પૂ.બાપુ(ચારણ રૂષિ)ખાસ પધાર્યા હતા તેમજ મોગલધામ ભગુડા થી બાલકૃષ્ણબાપુ,દિગ્સર દાણાથી ભગવાત આચાર્ય શાસ્ત્રી કપીલપ્રશાદ કે.રાવળ પધાર્યા હતા તેમજ RMP બેરીંગ કંપનીના માલીક મિતેનભાઈ મકવાણા,રાણપુર સરપંચ ગોસુભા પરમાર,કનારા સરપંચ મેરૂભા પરમાર,મોલેસલામ સમાજના આગેવાન બાપાલાલ પરમાર સહીત આનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.