રાણપુરમાં પાળીયાદ ત્રણ રસ્તે પૃથ્વીરાજ સર્કલ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

  • 7:44 pm March 14, 2024
વિપુલ લુહાર

 

 

બોટાદ જીલ્લાના પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા દ્વારા રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ રસ્તે રવિરાજ હોટલ પાસે પંચમ ગૃપ દ્વારા ભવ્ય પૃથ્વીરાજ સર્કલ બનાવવામાં આવ્યુ છે જેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.બાળઠાકરશ્રી પૃથ્વીરાજબાપુના જન્મદિવસના શુભ આશિષ નિમિત્તે પ.પૂ.શ્રી મુક્તાનંદ બાપુનાં વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે પાળીયાદ જગ્યાના મહંત મહામંડલેશ્વર પૂ.નિર્મળાબા,બાળઠાકર પૂ.પૃથ્વીરાજબાપુ,જગ્યા ના સંચાલક પૂ.ભયલુબાપુ,પૂ.ગાયત્રીબા,પૂ.દીયાબા,સંપુર્ણાનંદજી મહારાજ,વિચિત્રાનંદજી મહારાજ સહીત અનેક સંતો-મહંતો અને આગેવાનો હાજર રહ્યા હતા તેમજ પંચમ ગૃપના મોહનભાઈ પ્રજાપતિ,લક્ષ્મણભાઈ પ્રજાપતિ,નરોત્તમભાઈ પ્રજાપતિ,અશોકભાઈ પ્રજાપતિ સહીત પંચમ ગૃપના સભ્યો તેમજ રાણપુર RMP બેરીંગ ના માલીક મિતેનભાઈ મકવાણા,રીયલ સ્પિન ટેક્સના માલીક કૌશરભાઈ કલ્યાણી,RAS બેરીંગ ના માલીક હરેશભાઈ મકવાણા સહીતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિહળ પરીવારના સેવકો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા..