ભાભર મુકામે નગરપાલિકા દ્વારા અલગ અલગ ખાત મુહુર્ત કરવામાં આવ્યા

  • 8:09 pm March 14, 2024
સુનિલ ગોકલાની

 

 

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આજરોજ ભાભર નગર પાલિકા દ્વારા વિકાસ ના કામો ના ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને ખાત મુહુર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાભર નગરપાલિકા વિસ્તારમાં નવીન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પાણીની પાઈપલાઈન જે 12.96 કરોડ ના ખર્ચે  તેમજ 
ભાભર જુના બસ સ્ટેન્ડ પાસે  આવેલ વડ તળાવ ડેવલપમેન્ટ નું કામ 4.92 કરોડના ખર્ચે કરવામાં  તેમજ નગરપાલિકા ગ્રાઉન્ડ માં  બગીચા નું કામ 2.45 કરોડના ખર્ચે કરવામાં આવશે જે કામો ના આજ રોજ ખાત મુહુર્ત કરવામાં આવ્યા હતા ખાત મુહુર્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ,પાલિકા પ્રમુખ સાકરબા રાઠોડ, પૂર્વ પ્રમુખ દીપકભાઈ આચાર્ય. મહેશભાઈ કાનાબાર. ભાભર શહેર ભાજપ પ્રમુખ અમરત માળી. પૂર્વ પ્રમુખ હરીભાઈ આચાર્ય .નગરપાલિકા કોપરેટર વિનોદભાઈ ઠક્કર. કનુભાઈ ગણપતભાઈ ઠક્કર. પૂર્વ પ્રમુખ.નરેશભાઈ અખાણી. કોર્પોરેટર હીરાબા સહિત  ભાભર ના આગેવાનો સહિત નગર જનનો ઉપસ્થિત રહ્યા હતા.