વરોડ ટોલ નાકા લડતમાં હાલ વિરામ : લોકસભા ચુંટણી પછી તેમજ બોર્ડની પરીક્ષા પછી ફરી અધૂરી લડાઈ લડાશે ..

  • 8:13 pm March 14, 2024
પંકજ પંડિત

 

      તારીખ 07-03-2024 ના રોજ વરોડ ટોલ નાકુ નકલી અને બોગસ છે તેમજ આ ટોલ નાકું ખરેખર રાજસ્થાની સીમા પર આવે છે તેને રાજકીય રોટલા સેકતા આગેવાનો દ્વારા અહીં મૂકવામાં આવેલ છે તેવા આક્ષેપો સામાજિક કાર્યકર પ્રવીણ પારગી, આપ પાર્ટીના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ તેમજ અન્ય સામાજિક આદીવાસી કાર્યકર્તાઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરવામાં આવેલ હતી. 

       વરોડ ટોલ મેનેજર પાસે આ ટોલ સાચો છે તેના કાયદેસર દસ્તાવેજ બતાવવા આગેવાનોએ માંગણી કરેલ હતી. ટોલ મૅનેજર દ્વારા લેખિત દસ્તાવેજ બતાવવામાં ન આવતા હડતાળ પર બેસેલા સામાજિક આગેવાનો, આપ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રોડ રોકી ચક્કાજામ કરી ટોલ નાકાનો વિરોધ કરાયો હતો. ટોલ પર ચક્કાજામ થતાં ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોચી રોડ રોકી લડત લડનાર આગેવાનોને સમજાવી રોડ ખુલ્લો કરવા પ્રયત્નો કરેલ પરંતુ ઉપસ્થિત લોકોએ લડત ચાલુ રાખતા પોલીસ દ્વારા છ જેટલા આંદોલન કરતા આગેવાનોને સ્થળ પર થી ડીટેઇન કરી લીમડી પોલીસ મથકે લઈ જઈ ટોલ રોડ ખુલ્લો કરવામાં આવેલ હતો. 
     પોલીસ દ્વારા છ જેટલા આગેવાનો વિરુદ્ધ ગુનો નોંધી જામીન પર તેમને છોડી દેવામાં આવેલ હતા. ટોલ વિરુદ્ધ લડાઈ લડનાર આગેવાનો દ્વારા લોકસભા ચૂંટણી પછી પરીક્ષા ચાલતી હોવાથી આ લડાઈ હાલ સમેટી લેવાયેલ છે. તેમજ આગળની રણનીતિ કાયદાકીય રીતે ટોલ નાકા દ્વારા જે ડોક્યુમેન્ટ આપવામાં આવશે તેને જોઈ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેવો સૂર આગેવાનોએ રજૂ કરેલ હતો.