ગુજરાત/મધ્યપ્રદેશ રાજયોમાં ૫૦ થી વધુ ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ ગેંગને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ

  • 8:14 pm March 14, 2024
મૌલિક દોશી

 

 

નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમારએરહે.રાજુલા, સ્વામિનારાયણ નગર, છતડીયા રોડ, .રાજુલા  ગઇ તા. ૦૨/૦૩/૨૦૨૪ નાં રોજ પોતાના પરીવાર સાથે ધારી મુકામે પોતાનું રહેણાંક મકાન બંધ કરી બહાર ગયેલ હોય, તે દરમિયાન રાત્રીના અજાણ્યા ચોર ઇસમોએ રહેણાંક મકાનમાં  પ્રવેશ કરી, રૂમનું રૂમનું તાળુ તોડી, કબાટમાં રાખેલ રોકડા રૂ. ૮,૦૦૦/- તથા સોના ચાંદીના દાગીના કુલ કિ.રૂ. ૩,૫૭,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૬૫,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે અંગે નરેન્દ્રસિંહએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા રાજુલા પો.સ્ટે.માં ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો રજી. થયેલ તેમજ ભાવનગર જિલ્લાના મહુવા પો.સ્ટે.માં બીજા જ દિવસે સરખા એમ.ઓ.થી ઘરફોડ ચોરી થયેલ હોય, જે ચોરીમાં સોના દાગીના આશરે ૨૦ તોલાથી વધુની ચોરી થયેલ હોય જે અંગે મહુવા પો.સ્ટે.માં.કો. કલમ
૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ નો ગુનો રજી. થયેલ અમરેલી પોલીસ અધિક્ષક  હિમકર સિંહ સાહેબએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપવામાં આવેલ.જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલની રાહબરી હેઠળ
એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત ઘરફોડ ચોરીના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. તેમજ બનાવના સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવેલ, જેમાં રાજુલામાંથી મળી આવેલ
સી.સી.ટી.વી. ફુટેજોમાં શંકાસ્પદ ઇસમો મળી આવેલ હોય, આ ઇસમો મહુવા થયેલ ઘરફોડ ચોરીના
સી.સી.ટી.વી. ફુટેજમાં પણ દેખાતા, જે શંકાસ્પદ ઇસમો એક જ હોવાનું જણાય આવતા, જે શંકમદ આરોપીઓની સઘન તપાસ દરમિયાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે દાહોદ જિલ્લા ખાતે આરોપીઓની તપાસ દરમિયાન શકદાર ઇસમોને હસ્તગત કરી, સઘન પુછ પરછ કરતા ઉપરોકત ઘરફોડ ચોરી ચોરીની કબુલાત આપતા સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડી, ઉપરોકત ઘરફોડ ચોરીમાં ગયેલ સોનાના દાગીના પૈકીનો મુદ્દામાલની રીકવર કરવામાં આવેલ...