ગઢડા(સ્વામીના) ખાતે સુપ્રસિદ્ધ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનુ આયોજન

  • 9:15 pm March 14, 2024
હેમેન્દ્ર મોદી

 

 

ગઢડા(સ્વામીના) મુકામે લોક આરોગ્ય સુખાકારી તથા આયુર્વેદની સાચી સમજણ કેળવી તંદુરસ્તી જાળવણી હેતુ માટે અનેકવિધ સંસ્થાઓના સમન્વય થકી અષ્ટાંગ આયુર્વેદધામ તળાજાના સુપ્રસિદ્ધ વૈદ્ય મહેન્દ્રસિંહજી સરવૈયાની આયુર્વેદ કથાનુ આયોજન કરવામાં આવ્યુ છે. 
આ જાહેર આયુર્વેદ કથા કાર્યક્રમ ગઢડા કેળવણી મંડળ, બ્રહ્મ સમાજ, કાઠી-ક્ષત્રિય સમાજ, આહિર સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, લોક વિચાર મંચ, જગન્નાથજી રથયાત્રા સમિતિ, ગોપીનાથજી મંડળ, જાયન્ટ ગૃપ, પતંજલિ યોગ સમિતિ, કૃષિ ગૃપ, પટેલ સમાજ, કોળી સમાજ, ગઢપુર નેચર કલબ, લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ, આત્રેય આયુર્વેદના હિતાર્થ ઠાકર સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તા.17-3-2024, રવિવારે રાત્રે 8 થી 11કલાક સુધી પટેલ સમાજની વાડી ખાતે યોજાશે.‌ વર્તમાન સમયમાં આયુર્વેદના માધ્યમથી અસરકારક સારવાર થકી તંદુરસ્ત સમાજ નિર્માણની ઝુંબેશ માટે મહેન્દ્રસિંહ સરવૈયા પોતાના અનુભવો અને જ્ઞાન થકી આયુર્વેદના અમૂલ્ય સૂત્રોની સરળ અને રસપ્રદ સમજણ કથાના માધ્યમથી આપી રહ્યા છે. તેમજ ઘરે કૂંડા અને ક્યારામા રોપી શકાય માટે સ્થળ ઉપર વિના મૂલ્યે ગળો તથા મેથીની કોફી અને આયુર્વેદ સાહિત્યનુ વિતરણ કરવામાં આવશે. ત્યારે વધુમાં વધુ લોકોને વિના મૂલ્યે ઘર આંગણે આયુર્વેદ કથાનો લાભ લેવા માટે કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ ઠાકર અને સાથી સંસ્થાઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.