ગઢડા(સ્વામીના) પોલીસ દ્વારા બહેનોને જાગૃત કરાયા

  • 9:17 pm March 14, 2024
હેમેન્દ્ર મોદી

 

 

 ગઢડા(સ્વામીના) પોલીસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે અને પોલીસ‌ સહિત મળતી જરૂરી મદદ અને કામગીરી માટે સમજણ આપવામાં આવી હતી. આ માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ગઢડા પોલીસ સ્ટેશનમા કાર્યરત SHE ટીમ દ્વારા તાલુકાના ટાટમ ગામે આવેલી ભાગીરથી ઉતર બુનિયાદી સ્કૂલમા યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્કૂલની વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા, અભયમ ૧૮૧ વિશે તથા સાઇબર ક્રાઇમ અવરનેસની માહિતી આપવામાં આવી હતી. તેમજ મહિલાઓ બહેનોને કોઈ પ્રકારની મુશ્કેલી હોય તો ગઢડા પોલીસ સ્ટેશન SHE Team નો સંપર્ક કરવા જરૂરી વિગતો સાથે માહિતગાર કરવામાં આવેલ.