ગીરદેવળી માં વિકાસના કામોનું ખાત મુહુર્ત કરાયું

  • 9:23 pm March 14, 2024
શબ્બીર સેલોત

 

કોડીનાર નાં ગી દેવળી ગામે ધારાસભ્ય પ્રધુમન વાજા ના હસ્તે વિકાસ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

કોડીનાર તાલુકાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્ય પ્રધુમન વાજા દ્વારા ગીર દેવળી ગામે વિવિધ વિકાસના કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ભગુભાઈ પરમાર તથા ધારા સભ્ય પ્રધુમન વાજા તથા સરપંચ ભાવસિંહ ભાઈ ચૌહાણ તથા પંચાયતના સદસ્યો, હોદેદારો કાર્યકરો આગેવાનો ગ્રામજનો સહીત ઉપસ્થિત રહ્યા હતા દેવળી ગામે હર ઘર જલ હર ઘર નલ અંતર્ગત વાસ્મો યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી હતી તેમજ ગીર દેવળી થી સુગાળા ગામ ને જોડતા રસ્તા નું પણ ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું અને ગ્રામ જનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો