ખીજડીયા થી અમરેલી બ્રોડગેજ લાઈનનું ઈ - ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર તું અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ
- 9:28 pm March 14, 2024
આજરોજ અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે ખીજડીયા અમરેલી મીટરગેજ માંથી બ્રોડગેજ લાઈન નું ખાતમુર્હુત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમની અંદર ગરીમામય ઉપસ્થિતિ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાંસદ નારણભાઈ કાછડીયા,ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ધારી ના ધારાસભ્ય જે.વી.કાકડિયા સહિતના આગેવાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ આ આ બ્રોડગેડ લાઈન માટે દિલીપભાઈ સંઘાણી એ પેલું પોસ્ટકાર્ડ લખ્યું હતું એવું પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવેલ ત્યારબાદ ક્રમશ આ કામ માટે પુરષોત્તમભાઈ રૂપાલા અને નારાયણભાઈ કાછડીયાએ ખૂબ જ જહેમત ઉઠાવી અને અમરેલીને વર્ષો જૂની માંગણી આજરોજ પરિપૂર્ણ થયા તેની શુભેચ્છા પાઠવતા અમરેલી ડીસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ભગીરથ ત્રિવેદી ઉપપ્રમુખ ભાવેશભાઈ સોઢા . દિવ્યેશભાઈ વેકરિયા મંત્રી કમલેશભાઈ ટાંક સહમંત્રી અંકુરભાઈ જાવિયા મંત્રી નિમેષભાઈ બામરોલીયા સહિતના લોકોએ શુભેચ્છા પાઠવી હતી .