તુજ કો તેરા અર્પણ કાર્યકર્મ અંતર્ગત ધોરાજી સિટી પોલીસ દ્વારા ખોવાય ગયેલ મોબાઈલ શોધી અને મૂળ માલિક ને પરત કરવામાં આવ્યા

  • 9:31 pm March 14, 2024
વિજય રાડીયા

 

 

  ધોરાજી નાં એક કાર્યક્રમમાં ચોરાઈ ગયેલ અને ખોવાઈ ગયેલ મોબાઈલ શોધી અને મૂળ માલિક ને પોહચડવા માટે ગુજરાત રાજ્ય ના ગ્રહ વિભાગ દ્વારા તમામ તાલુકા અને સિટી મથક ના પોલીસ ને સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને ધોરાજી સીટી પોલીસ દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધવામાં આવ્યા હતા અને તે તમામ મોબાઈલ નો મૂળ માલિકને પરત સોપવા માટે ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ની સુચનાથી તુજકો તેરા અર્પણ અંતર્ગત એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા જેતપુર વિભાગીય પોલીસ અધિકારી અને ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોઘમ ના હસ્તે મોબાઈલ એમના મૂળ માલિક સોંપવામાં આવ્યા હતા