પાલેજ GIDC માં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ મચી; ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો

  • 9:39 pm March 14, 2024
રિઝવાન સોડાવાલા

 

પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલેજ GIDC માં  જી.ઇ.બી રોડના છેવાડે આવેલ એક સ્ક્રેપના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયબ્રિગેડને આગના બનાવ અંગે જાણ કરવામાં આવતાં ત્રણ જેટલાં ફાયર લાસ્કરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. સ્ક્રેપ ભરેલાં ગોડાઉનમાં આગ લાગી હોવાથી દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોતેગોટા જોયા મળ્યા હતાં. ભરૂચ, જનોર સહિત કરજણ ફાયર બ્રિગેડના ફાયરફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતાં. એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ ગોડાઉનમાં રહેલ સ્ક્રેપ સળગી જતા ગોડાઉન માલિકને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.