તવરા ગામ ની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમા!: અનેક વાર રજૂઆતો કરવા છતાં હજી સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી

  • 9:45 pm March 14, 2024
રિઝવાન સોડાવાલા

 

જીવના જોખમે કામ કરતા પોસ્ટ કર્મચારીઓ..

છેલ્લા બે વર્ષથી જર્જરિત હાલતમાં છે તવરા ગામની પોસ્ટ ઓફિસ..

હાલ જે કોમ્યુનિટી હોલમાં પોસ્ટ ઓફિસ કાર્યરત છે એ હોલ ના સ્લેબ ના ગાબડા નીચે પડતાં હવે તો ગામના લોકો પણ પોસ્ટ ઓફિસમાં આવતા ગભરાય છે..

તવરા ગામમા આવેલ મહારાણા પ્રતાપ બાગ ની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી 10 બાઈ 10 ના રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ  છેલ્લા બે વર્ષથી કાર્યરત  છે

તવરા ગામની પોસ્ટ ઓફિસમાં રિકવરી ખાતા 500થી પણ વધુ ખાતા ધરાવે છે તથા વૃદ્ધ પેન્શન 300 સિનિયર સીટીઝન 500 સુકન્યા ખાતુ 100 વીમા પોલિસી 10 ડિજિટલ ખાતા 300 તથા 18 વર્ષથી નાના બાળકોના ખાતા 10 અને સોલર રજીસ્ટ્રેશન 55 કુરિયર રજીસ્ટર સ્પીડ પોસ્ટ રોજની 200 થી પણ વધુ સહિતની સુવિધા તવરા ગામ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી હોય છે 

ભરૂચ ની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ગામ એ હાલ નવા ભરૂચ તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે તવરા ગામની પ્રાથમિક સુવિધાઓના પણ હાલ તો ઠેકાણા નથી તવરા ગામની વસ્તી  ૧૫ હજારથી પણ વધુ વસ્તી ધરાવતું ગામ માં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગામ લોકોમાં આક્રોશ આજ રોજ ગ્રામના જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસ ની મુલાકાત કરવામાં આવતા  જ્યાં પોસ્ટ ઓફિસ એક જર્જરી હાલતમાં 10 બાઈ 10 ના રૂમમાં કપડું બાંધી છતના સ્લેપના ગાબડા તૂટી પડતા પોસ્ટ કર્મચારીઓને પણ ભારે મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ગામ માંથી આવેલ લોકોને પણ હાલ તો પોસ્ટ ઓફિસ કઈ જગ્યા છે એ જ શોધવી મુશ્કેલ બની ગયું છે ત્યારે તવરા ગામના મહારાણા પ્રતાપ ભાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરીત હોવાથી મકાનના સ્લેબ માં પણ ગામડાઓ પડી ગયા છે જેને લઇ પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને પણ દર લાગે છે 

એક તરફ તવરા ગામ ટાઉન પ્લાનિંગ માં સમાવેશ થયો છે ત્યારે હાલ તો તવરા ગામમાં એક પછી એક સમસ્યાઓ જોવા મળી રહી છે તવરા ગામના સ્થાનિક રાજકીય આગેવાનો પર પણ  ગામજનો આક્ષેપ કરી રહ્યા છે કે આપને ગામની સ્થાનીક  પ્રાથમિક સુવિધાઓ  થીજ ગામને આપ વંચિત રાખો છો તો આવનાર સમયમાં વહેલી તકે તવરા ગામને એક  યોગ્ય પોસ્ટ ઓફિસ મળે તે ખૂબ જરૂરી રહ્યું..