ખોડિયારનગરમાં પીસીબીની ટીમે દરોડો પાડી 1.26 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા

  • 9:50 pm March 14, 2024
સિકંદર પઠાણ

 

 

વડોદરા ખોડિયારનગર વિસ્તારમાં પીસીબીની ટીમે રેડ 1.26 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂ રાખનાર અને કારનું પાયલોટિંગ કરના એક્ટિવા ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ, કાર, ત્રણ મોબાઇલ અને રોકડ રકમ મળી 4.70 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે હરણી પોલીસને સુપ્રત કરાયો છે.

શહેરના ખોડિયારનગર ચાર રસ્તા વિસ્તારમાં પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગની કામગીરીમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, હાથીખાના ખાતે રહેતા રફીક દિવાને ખોડિયારનગર  રોડ સિધ્ધેશ્વર સોસાયટીના મંદિર પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે. વિવેક ઉર્ફે બિન્ની કેવલાણી તથા બૂટલેગર ભરત ઉર્ફે ધિરજ નામાણી કારમાં દારૂ સપ્લાય કરે છે. જેના આધારે પીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. વિવેક ઉર્ફે બની મોહનભાઇ કેવલાણી (રહે, એ/3 ટેક્ષટાઇલ સોસાયટી, પુષ્પગુંજ એપાર્ટેમે ન્ટની પાસે ફતેગંજ વડોદરા) તથા  ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઇ નામાણી (રહે, તીવારી ચાલની સામે ટી-14 સંત કવર કોલોની લીલાશા હોલ પાસે વારસીયા વડોદરા) ઝડપાયા હતી તેમના સાથે રાખી તપાસ કરતા સ્થળ પરથી 1.26 લાખનો દારૂ, કાર 3 લાખ તથા રોકડા તથા 3 મોબાઇલ રૂ.40 હજાર  રૂ.4.70 લાખનો મુદ્દામાલક કબજે કર્યો હતો. જ્યારે વિદેશી દારૂ રાખનાર રફીક દિવાન તથા દારૂ ભરેલી કારનુ પાઇલોટીંગ હીંમાંશુ ઉર્ફે હેરી લુધવાણીને વોન્ટેડ જાહેર કર્યા છે. દારૂ સહિત બે આરોપીને આગળની કાર્યવાહી માટે હરણી પોલીસને સુપ્રત કરાયા છે.