બાપોદ પોલીસે બે સ્થળે દરોડો પાડીને 3.91 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
- 9:51 pm March 14, 2024
બાપોદ પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત 6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે દારૂ રાખનાર રવિ કહારને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા
વડોદરા બાપોદ પોલીસે બે સ્થળ પર દરોડો પાડીને 3.91 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ અને કાર સહિત 6.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાપોદ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કેત ધનલક્ષ્મી સોસાયટીમાં સાઇ ઓટો ડીલરની ઓફિસ પ્લોટની બાજુમાં એક વાહન ધોવાનું શટરવાળુ સર્વિસ સ્ટેશન આવેલુ છે. જે સર્વિસ સ્ટેશનમાં રવિ કનુ કહારે વિદેશી દારૂનો જથ્થો મુકી રાખ્યો છે. જે બાતમીના આધારે બાપોદ પોલીસની ટીમે સર્વિસ સ્ટેશનમાં રેડ કરી હતી. ત્યારે તેમાંથી વિદેશી દારૂ મળી 2.76 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો. પરંતુ દારૂ રાખનાર રવિ કહારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે બીજા બનાવમાં ન્યુ વીઆઇપી રોડ પર આવેલી રઘુકુળ સ્કૂલ પાસે એક શખ્સ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઉભો અને દારૂનું કટિંગ પણ થોડી વારમાં કરવાનો છે. જેથી બાપોદ પોલીસે રેડ કરીને દારૂ ભરેલી કાર સાથે ધર્મેશ રામદાર રાઠવાને ઝડપી પાડ્યો હતો. કારમાંથી 1.15 લાખનો વિદેશી દારૂ અને કાર મળી 2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.