દાહોદ જીલ્લાની ત્રણે નગરપાલિકા કર્મચારીઓ આક્રમક; લોકસભા ચુંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

  • 7:45 pm March 15, 2024
જાબીર શુકલા

 

અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ ના આદેશ અનુસાર ગુજરાત રાજ્યની 157 નગરપાલિકા પૈકી દાહોદ જિલ્લાની દેવગઢ બારીઆ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપી કરાઈ રજુઆત

ચીફ ઓફિસર મારફતે પ્રાદેશિક કમિશ્નરશ્રી નગરપાલિકાઓ વડોદરા ઝોનને આવેદનપત્ર આપ્યું

દેવગઢ બારીયા નગરપાલિકા કર્મચારીઓ સહિત દાહોદ જીલ્લાની ત્રણે નગરપાલિકા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ વડોદરા પ્રાદેશિક કમિશનર નાઓને સંબોધી દેવગઢ બારીયા ચીફ ઓફિસર નાઓને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી. જે ગુજરાત રાજ્યમાં આવેલ તમામ નગરપાલિકાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવામાં ન આવતા રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવાની અને નગરપાલિકાના તમામ કર્મચારીઓ , પરિવાર , કુટુંબીજનો સહીત આગામી આવનારી 2024 લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી. આ આવેદનપત્ર અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા રાજ્યમાં આવેલ નગરપાલિકાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવામાં ન આવતા રાજ્યમાં ઉગ્ર આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જેને લઈ દેવગઢ બારીઆ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. આ બાબતે કેટલો ઝડપી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તે જોવું રહ્યું..